નમસ્કાર સર્વ ખેડૂત મિત્રોને આપણા ખેડૂત મિત્રો એક સવાલ છે કે તેઓ છેલ્લા ત્રણ વર્ષથી પ્રાકૃતિક કૃષિ કરે છે પણ એનું માર્કેટ એટલે કે વેચાણ માટે કોઈ સૂઝ નથી હવે તેમણે શું કરવું જોઈએ તેની ચર્ચા આપણે કરીએ સૌ પ્રથમ તો આજના ડીજીટલ યુગની સાથે આપણા ફાર્મનું એક ડિજિટલ પ્લેટફોર્મ હોવું તે ખૂબ આવશ્યક છે અને અનિવાર્ય છે.

હવે તેને માટે આપણે પ્રથમ તો whatsapp ની અંદર whatsapp બિઝનેસ ડાઉનલોડ કરીએ જેની અંદર આવતો કેટલોક માં આપણી પાસે ઉપલબ્ધ વસ્તુઓની વિગતવાર નોંધ કરીએ અને તેની કિંમત પણ સાથે એડ કરી અને ખાસ તમારા જે તમે ઓર્ગેનિક ના લાયસન્સ ધરાવો છો તેનો ઉલ્લેખ અવશ્ય કરો

આ ઉપરાંત facebook ની અંદર એક પેજ બનાવો જેની અંદર તમે તમારા ફાર્મનો કોન્ટેક નંબર અને સરનામું અને મારી વાડીમાં શું પ્રવુતિ થાય છે તે દાખલ કરો અને આ ઉપરાંત તેમાં અવાર-નવાર અઠવાડિયામાં બે વખત ઓછામાં ઓછી પોસ્ટ મૂકો જેથી તમારા ઓર્ગેનિક ખાવાના ચાહકો છે તેના સુધી તમારી નવી વાતો અને તમારા ખોરાકમાં માર્કેટિંગ તમારા પાકનું માર્કેટિંગ થતું રહે અને આ ઉપરાંત જ્યારે પણ કોઈ ની ઇન્કવાયરી આવે તો તેને તમે જલ્દી જવાબ આપવાનો પ્રયત્ન કરો

આ ઉપરાંત તમારા ફાર્મ ટેલિગ્રામ ગ્રુપ કે ટેલિગ્રામ ચેનલ બનાવો

અને આ ઉપરાંત કે તમે જે કેમિકલ વાળો ખોરાક ખાય છે લોકો તેનાથી શું નુક્શાન થાય છે અને ઓર્ગેનિક ખાવાથી શું ફાયદા થાય છે તેની ચર્ચા તમારા whatsapp ગ્રુપમાં facebook ગ્રુપમાં વારંવાર કરતા રહો જેના થકી તમારું માર્કેટિંગ થતું રહેશે અને લોકોને ઓર્ગનિક તરફ  આવશે અને લોકો ઓર્ગેનિક ખાવા તરફ વળશે અને જો કાંઈ તમને આપ ફેસબુક એકાઉન્ટ કે ટેલિગ્રામ એકાઉન્ટ વગેરે બનાવવામાં કોઈ તકલીફ પડતી હોય તો નીચેના નંબર ઉપર સંપર્ક કરી શકો 9510320295