> ડુંગળીમાં થ્રિપ્સની ઓળખ અને નુકશાન
1 ) ડુંગળીના પાન નીકળે ત્યાં મધ્ય ભાગના ખાંચા માં થ્રિપ્સ જોવા મળે છે
2 ) ડુંગળીમાં પાનની ઉપરનો ટોચનો ભાગ સુકાવા લાગે તે પણ થ્રિપ્સના નુકશાનની ઓળખ છે .
૩ ) પાનમાંથી રસ ચુસી ઘસરકા પાડે છે રસ ચૂસેલો ભાગ સફેદ થઇ કોકડાઈ જાય છે
> થ્રિપ્સ ફેલાવાના કારણો
1 ) વાતાવરણમાં ગરમાટો વધતા આ જીવાતનો ઉપદ્રવ પણ વધે છે
2 ) બે પિયત વચ્ચે લાંબો ગાળો રહે તો જીવાત વધવાની શક્યતા વધે છે .
3 ) શરૂઆતમાં થ્રિપ્સની વૃદ્ધિ નીંદણ પર થાય છે પછી તે છોડ પર હુમલો કરે છે માટે ખેતરને નીંદણ મુક્ત રાખવું
> નિયંત્રણના પગલાંઓ
1 ) સૌપ્રથમ જૈવિક નિયંત્રણ માટે 1500 પીપીએમ નીમ તેલ 50 મી.લી સાથે
> વર્ટિસિલિયમ લેકાની 60 ગ્રામ પાઉડર અથવા બ્વેરીયા બાસિયાના 80 ગ્રામ / 15 લીટર પાણીમાં નાખી છંટકાવ કરવો
2 ) વધુ ઉપદ્રવ જણાય તો રાસાયણિક ઉપાય માટે નીચે મુજબ ની દવાઓ નો છંટકાવ કરવો .
> ફિપ્રોનીલ 5 % sc 30 મી.લી / 15 લીટર પાણી > લેમડાસાયહેલોથ્રિન 5 % Sc 20 મી.લી / 15 લીટર પાણી
> સ્પીનોસાડ 45 % sc 7 મી.લી / 15 લીટર પાણી માં નાખી છંટકાવ કરવો .
જીંજાળા મુકેશ ( કૃષી- બાગાયત તજજ્ઞ)


1 Comments
Jira mate mahiti apso
જવાબ આપોકાઢી નાખોટિપ્પણી પોસ્ટ કરો