કમોસમી વરસાદ સામે અનુસરવાનાં થતા સાવચેતીનાં પગલા
હવામાન ખાતાની આગાહી મુજબ તા: ૦૮-૦૧-૨૦૨૧ થી તા: ૧૦-૦૧-૨૦૨૧ દરમ્યાન છુટા છવાયા કમોસમી વરસાદની આગાહી કરવામાં આવેલ છે.
જે પરિસ્થિતિ જોતાં આવા સમયે મોટા ભાગે ખેડૂતો પાકનાં રક્ષણ માટે ઉચિત પગલાં લેતા જ હોઇ છે, તેમ છતાં નીચે મુજબના તકેદારીનાં પગલા લેવા સંબંધિત ખેડૂતોને ભલામણ કરવામાં આવે છે.
(૧) શક્ય હોઇ ત્યાં ખરીફ સીઝનના લાંબા ગાળાના ઉભા પાકમાં પિયત આપવાનું ટાળવું જેથી વધારે ભેજવાળુ હવામાન ટાળી શકાય અને સંભવીત રોગ/જીવાતનો ઉપદ્રવ અટકાવી શકાય.
(૨) જંતુનાશક દવા/ખાતર ઉપયોગ આ સમયગાળો પૂરતો ટાળવો અને વધુમાં ભારે વરસાદના લીધે નીચાણવાળા ઉભા પાકના ખેતરોમાં પાણી ભરાઇ રહેતું હોઇ તો ખેતરમાં ભરાઇ રહેલા પાણીનો નિકાલ તાત્કાલિક કરવા જરૂરી આગોતરૂં આયોજન કરવું.
(૩) રવિ/ઉનાળું પાકનું વાવેતર શક્ય હોય તો મુલતવી રાખવું, તેમજ અનુકુળ વાતાવરણ થયે રવિ/ઉનાળું પાકોનું વાવેતર તુરંત કરવું.
(૪) ખેતરમાં કાપણી કરેલ પાક અથવા ઘાસચારો ખુલ્લા હોય તો તેને તાત્કાલીક સલામત સ્થળે ખસેડવાની કાર્યવાહી કરવી, અથવા પ્લાસ્ટીક/તાડપત્રીથી યોગ્ય રીતે ઢાકી દેવું અને ઢગલાની ફરતે માટીનો પાળો બનાવી વરસાદનું પાણી ઢગલાની નીચે જતુ અટકાવવું.
(૫) કપાસના પાકમાં તૈયાર થયેલ જીંડવા તાત્કાલીક વીણાવી લેવા


0 Comments
ટિપ્પણી પોસ્ટ કરો