ઈઝરાયેલ ૮૮ લાખની વસ્તી ધરાવતો દેશ છે. મોટા ભાગના લોકો યહુદી કોમના છે. ઇઝરાયેલ દુનિયાનો એક માત્ર યહૂદી રાષ્ટ્ર છે તથા ઇઝરાયેલની એ નીતિ છે કે સમગ્ર દુનિયામાં જો કોઈ પણ, કોઈ જગ્યાએ યહૂદી રહેતો હોય તો તે ઇઝરાયેલનો નાગરિક માનવામાં આવે છે.
ભારતનો પ્રથમ નંબરનો દુશ્મન દેશ પાકિસ્તાન પણ ઇઝરાયેલને કેટલી નફરત કરે છે તેનો અંદાજો એ વાત પરથી લગાવી શકાય છે કે દરેક પાકિસ્તાની પાસપોર્ટ પર શુદ્ધ શબ્દોમાં લખવામાં આવ્યું છે કે આ પાસપોર્ટ ઇઝરાયેલને છોડીને કોઇપણ રાષ્ટ્રમાં માન્ય છે.

ઓછો વરસાદ થાય છે. હવે સરેરાશ ૧૦ ઈંચ વરસાદ થાય છે. બંજર અને ફળદુપ બન્ને પ્રકારની જમીન છે.
ત્યાં જમીનની માલિકી સરકારની છે. ૧૦૦ ખેડૂતો સાથે મળીને એક મંડળ બનાવે તેને કિબુઝ કહે છે. આ એક કિબુઝને સરકાર ૫૫૦૦ વિઘા જમીન વાવેતર માટે ભાડા પેટે આપે છે. આ કિબુઝના બધા ખેડૂતો વાડીએજ રહે છે અને એક જ રસોડે જમે છે. મોટા ભાગની યુવતીઓ શહેરમાં સ્ટોલ ચલાવતી હોય છે અથવા પોલીસ કે લશ્કરમાં નોકરીમાં હોય છે.

    ખેતર સુધી પાણી સરકાર પહોંચાડે છે. તમામ વાવેતર સરકાર ના અંકુશ માં છે. સુચના મુજબ જે કહે તે પાક વાવેતર કરે છે. ખેતી માં સૌથી વધારે વળતર ફુલમાં મળે છે. જે એક કિબુઝને બે એકર ફુલ વાવેતર કરવાની પરમીશન આપે છે. બીજુ વાવેતર શાકભાજી અને ફળોનુ વાવેતર કરે છે અને બાકી રહેતી જમીનમાં બીન પીયત ચોમાસું ઘઉંની ખેતી કરે છે.

     તમામ પાકના વેચાણ માટે એક ખેડૂતોનુ મંડળ છે.
જે યુરોપના દેશો માં કાયમી ફુલ  શાકભાજી અને ફળોની નિકાસ હવાઈ માર્ગે કાયમી કરે છે. ખેડૂતો ને પાકના ભાવ વાવેતર સમયે જ નકકી થાય છે. બિયારણ ખાતર અને વીમાની જવાબદારી કંપનીઓ દ્વારા અપાય છે. કોઈ પાકની છત કે અછત થતી નથી બધુજ બેલેન્સમાં ઉત્પાદન થાય છે.

      ખેતી આધુનિક મશીનરી દ્વારા કરવામાં આવે છે.
તમામ ખેતરોમાં ડ્રીપ ઇરિગેશન નેટવર્ક છે અને ગ્રીન હાઉસમાં ફળ ફુલ અને શાકભાજીની ખેતી કરે છે. ઓલીવના ઝાડ તથા ખારેક નુ વાવેતર ખૂબ મોટુ છે.
કોઈ ઝાડ વાવે તો ઉપયોગી હોય તો જ વાવે બાકી આપણી જેમ ગમે તે ઝાડ વાવતા નથી

       ખેડૂતો આવક પ્રમાણે દર વર્ષે વિકાસ નુ કામ કરે છે. ત્યા એટીએમ જેવુ કાર્ડ હોય તેમા મિલકત લોન તથા સરકારી તમામ માહિતી હોય છે. ખેડૂતો ને લોન માટે આ કાર્ડ રજુ કરે એટલે ૨૦ મિનિટમાં અન લીમીટ લોન મળે છે તેમાં એક ફરી લોન કયારે ભરશે તેની તારીખ આપવાની હોય છે. તમામ કામગરી આ એક જ કાર્ડ થી થાય છે. લોકો બચત કરતા નથી.

     ઈઝરાયેલ ની મુખ્ય આવક ખેતી ટુરિસ્ટ અને ડિફેન્સના સાધનોની છે. દુનિયાના દરેક દેશને લશ્કરી સાધનો આ દેશ પાસેથી ખરીદ કરવા પડે છે. જેમાં તેનુ સતત શંસોધન ચાલુ જ હોય છે. દરેક નાગરિકને ૨૦ થી ૬૦ વર્ષ સુધી વર્ષ માં એક મહીના માટે લશ્કર ની તાલીમ ફરજીયાત છે. તમામ લોકો દેશ દાઝથી ભરેલા છે. દેશ માટે બલિદાન આપવા કાયમી તૈયાર હોય છે. ૩૧ દુશ્મન દેશથી ઘેરાયેલ હોવા છતાં કોઈને નમતુ આપતા નથી.

      એક કિબુઝમાં ૨૦૦ થી ૫૦૦ ગાયો હોય છે તેનુ દુધ દહીં પેકિંગ કરીને વેચે છે. ખેતીમાં જંતુનાશક દવાનો ઉપયોગ કરવામાં આવતો નથી. ખાતર દેશીનો ઉપયોગ કરે છે. દેશમાં જંતુનાશક દવાઓ બનાવવા ઉપર અને વપરાશ ઉપર પ્રતિબંધ છે. દરેક શાકભાજી ૧૨૫ રૂપિયા કિલોના ભાવે નિકાસ થાય છે. આ ભાવ મળતા હોવાથી જ તેની ખેતી વળતર મોટુ આપે છે. ખેડૂતો મરસીડીસ મોટર રાખે છે. ડ્રાઈવીંગ મોટે ભાગે મહીલાઓ કરે છે. પોલીસ માં મોટાભાગે મહિલા ઓ વધારે હોય છે. ખેતીમાં દરરોજ બાજુના દેશના  ૫૦૦૦ મજુર આવે છે જેનો સમય ૯:૦૦ થી ૫:૦૦હોય છે તેને રાત રોકાણ ની સખત મનાઈ છે. છતાં કોઇ રાત રોકાણ કરે અને ખબર પડે તો તરત જ સુટ કરી દેવામાં આવે છે. આ દેશમાં કોઈ દિવસ આંતકવાદી હુમલો થતો નથી તેવી તેની ધાક અને કામગીરી છે.

     ઈઝરાયેલ નો ખેડુત પુરા ભાવ મળવાથી સમૃદ્ધ છે બાકી ભારત ના ખેડૂતો જેવી કાળી મજુરી કરતા નથી. આપણાથી ઉત્પાદન  મહેનત પણ વધારે નથી છતાં વળતર ખૂબ સારૂ મળે છે.

     ભારતનો ખેડૂત ભાવથી ભાંગી ગયો છે બાકી તમામ સુવિધાઓ અને પુરા ભાવ મળે તો ઈઝરાયેલ ના લોકોને આપણી ખેતી જોવા આવવુ પડે. આ મારુ તારણ છે. ત્યાંની સરકાર જેટલુ ખેતીને પ્રોત્સાહન આપેછે એટલું આપણી સરકાર પ્રોત્સાહન અને સુવિધા આપે તો આપણા ખેડુતો પાસે કોઠાસૂઝ અને મહેનત કરવાની તાકાત છે તે દુનિયામાં કોઈ પાસે નથી.

માહિતી સ્ત્રોત : વોટ્સએપ મારફતે

લેખક : અજ્ઞાત

મિત્રો આવી જ નવી નવી રોજ ખેતી_વિષયક 🌱 માહિતી મેળવવા નીચેની લિંક પર ક્લિક કરો 🔥🔥🔥


તમારી જણસની લે - વેચની મફતમાં જાહેરાત આપો નીચેની લિંક પર ક્લિક કરો

 


#આભાર...
જય જવાન જય કિસાન #farme_and_nursery

કિસાન સારથી