વર્ષો થી ખેડૂત એક મોટી ભૂલ કરે છે, એના પર હરખાય છે અને દુષ્પરિણામ ભોગવી ને નસીબ નો વાંક કાઢે છે.
અખાત્રીજ પછી 44 ની ગરમી માં ખેડૂત પોતાના પશુ નું ગોબર ખેતરમાં નાખી છાણિયું ખાતર નાખવાનો ખોટો સનતોષ લે છે.
વાસ્તવમાં ગોબર જ્યારે પૂરેપૂરું ડીકમ્પોષ્ટ થાય ત્યારે તેમાં કરોડોની શંખ્યા માં નરી આંખે ન દેખાતા સૂક્ષ્મ જીવાણુ હોય છે, જે જમીનમાં ભેજ હોયતોજ વધે છે અન્યથા ગરમીમાં મરી જાય છે. 44 ની ગરમીમાં મોટા ભાગના જીવાણુ મરી જાય અને ખેડૂતને એની જાણ નથી,પરિણામે લાભ મળતો નથી માત્ર વૈતરું જ થાય છે. પછી પાક ઓછો આવે એટલે રઘવાય થઈને યુરિયા, ડી એ પી નાખે આ વિષચક્ર માંથી બચવાનો સરળ ઉપાય માત્ર સમય બદલવાનો છે.
જમીનમા સંપુર્ણ ભેજ આવી જાય એટલે કે વરસાદ ના નક્ષત્રો શરુથાય ત્યારે જમીનમા નાખીને સમાર કરીદેવાનુ અથવા એક વરસાદ પડ્યા પછી અથવા દિવળીએ આજ પ્રક્રિયા કરાય તો જીવાણુ બચે અને વધે.
આ વાત ખેડૂતોને વિગતવાર સમજાવતા જૈવિકખેતી, સજીવ ખેતી,પ્રાકૃતિક ખેતી, વિ,ના મહાનુભવો દ્વારા સંપૂર્ણપણે કોહવાઇ ગયેલ ખાતર નાખવાનો સુદર પ્રયોગ આપેલ છે જે ગાડા કે ટ્રેકટરો ભરીભરીને દેશી કે છાણીયુ ખાતર બહારથી લાવવાના ખોટા ખર્ચા અને ભાગેડુ કાર્બન થી બચાવી શકશે અને પરીણામ પણ ઊત્તમ મળશે.
ખાતરની સાદી સમજણ... ખાતર ચાની ભૂકી જેવું હોવું જોઈએ લાડવો બનાવો તો બને જમીન પર મૂકો તો છૂટો પડી જાય એટલું ભેજવાળું... બી (seeds) વાવો તેમાં કોઈ પાયાના ખાતર ન જોઈએ... રોપ વાવો તેમાં પાયાના ખાતર જોઈએ... પાક 20 દિવસ કે 25 દિવસનો થાય અને જમીનમાં ભેજ હોય ત્યારે વાવણી કરીએ તેમ છોડ થી થોડે દુર દેશી ખાતર વાવવું (ફેકવું કે છાંટવું નહીં) અને વાવેલ ખાતર ત્યારે જ ઢંકાય જવું જોઈએ.
અમારી Telegram_ટેલિગ્રામ સેવા માટે અહીંયા ક્લિક કરો
અમારી Whatsapp_વોટ્સએપ સેવા માટે અહીંયા ક્લિક કરો
અમારી Facebook Page_ફેસબુક_પેજ સેવા માટે અહીંયા ક્લિક કરો
અમારી Instagram_ઇન્સ્ટાગ્રામ સેવા માટે અહીંયા ક્લિક કરો
અમારી Youtube_યુટ્યૂબ સેવા માટે અહીંયા ક્લિક કરો
અમારી twitter_ટ્વિટતેર સેવા માટે અહીંયા ક્લિક કરો
0 Comments
ટિપ્પણી પોસ્ટ કરો