ગોખરું
સામાન્ય નામ:- ગોખરું અથવા ગોક્ષુર
સ્થાનિક નામ :- ગોખરું 
Scientific name:- Tribulus terrestris
English name:- Land caltrops, Puncture vine
હિન્દી નામ :- ગોખરું 
કુળ (family) :- zygophyllaceae (ઝાયગોફાયલેસી) 


ગોખરું ની સામાન્ય માહિતી :- 
                                     ગોખરું એ સામાન્ય રીતે દરેક પ્રકારની જમીન અથવા પડતર જમીન મા ચોમાસામાં ઉગી નીકળે છે. આપણા ગુજરાત મા લગભગ બધી જગ્યા એ જોવા મળે છે.

  ગોખરું એ બે જાત ના જોવા મળે છે. 
(1) નાના ગોખરું :- જે વેલા સ્વરૂપે હોય છે. 
(2) મોટા ગોખરું :- જે છોડ સ્વરૂપે હોય છે.
ગોખરું નો ઉપયોગ મોટાભાગે દેશી દવાઓ માં થાય છે.

પાન અને પ્રકાંડ :-
                            મોટા ગોખરું ના પાન ખંડિત અને લીલા રંગ ના હોય છે. નાના ગોખરું ના પાન નાના નાના ચણા જેવા હોય છે.દરેક પાંદડા ૪ થી 7 ના સમૂહ માં જોવા મળે છે. તેના પ્રકાંડ લીલાં રંગ ના હોય છે. તેના પ્રકાંડ ૧૦ - ૧૫ cm લાંબા હોય છે. તે રેસાદાર અને નરમ હોય છે. તેના પ્રકાંડ મા થોડા થોડા અંતરે ગાંઠો જોવા મળે છે.
પુષ્પ અને ફળ :-
                         તેના પુષ્પો પીળા રંગ ના હોય છે. તેના ફળ કંટકયુકત હોય છે. શરૂઆત માં તેના ફળ લીલા રંગ ના હોય છે. જ્યારે પાકી જાય ત્યારે કઠણ અને બદામી રંગના જોવા મળે છે.

ગોખરું નો ઔષદ તરીકે ઉપયોગ :-
            ગોખરું ના બીજ ને સૂકવીને તેનું ચૂર્ણ બનાવી ને ઉપયોગ મા લેવાય છે.ગોખરું બજાર મા ચૂર્ણ તરીકે મળી આવે છે.
-  ગોખરું નો ઉપયોગ એક નાની ચમચી જેટલું દિવસ મા બે વાર દૂધ કે મધ સાથે લેવામાં આવે છે. ગોખરું કામશક્તિ વધારે છે અને હદયરોગ નો નાશ કરે છે.
- ગોખરુ નો ઉપયોગ કિડની નો સોજો મટાડવા માટે થાય છે. ગોખરું એક ચમચી મધ કે દુધ સાથે લેવાથી પાથરી સાત દિવસ મા તૂટી ને પેશાબ સાથે નીકળી જાય છે.
- ગોખરું અને સૂંઠ નો ઉકાળો દિવસ મા બે વાર પીવાથી સંધિવા મટે છે. ગોખરું ને દૂધ માં ઉકાળી ને પીવાથી રકતપીત મટે છે.

ફાયદા :-
             ગોખરું એ શરીરમાં શક્તિ આપવાવાળુ, નાભિની નીચે ના ભાગે સોજો ઓછો કરે, ભૂખ વધારનારું, પુરુષો અને મહિલા ઓ માટે પણ એક દવા છે, તે સ્વાદિષ્ટ હોય છે, પેશાબ ને લગતી તકલીફોને દૂર કરે છે, પથરી દૂર કરે છે, શ્વાસ, ખાંસી, હદયરોગ ને દૂર કરે છે. ગોખરું તમામ પ્રકારના ગુર્દાના રોગો ને ઠીક કરે છે. તે વંધ્યત્વ માં ઉપયોગી છે.

નુકશાન :-
                  ગોખરું નો વધારે પડતો ઉપયોગ કરવામાં આવે તો કિડની પર હાનિ પહોંચાડે છે. કફ નો રોગ વધે છે.