જમીન ચકાસણીની પ્રવુત્તિ
ખેડૂતોની મુંજવણ
- શું તમારા ખેતરમાં પાકનું ઉત્પાદન ઘટતું જાય છે?
- છેલ્લા કેટલાક વર્ષથી તમારો ખેતીમાં ખાતરનો વપરાશ અને ખર્ચ બેફામ બનતો જાય છે ?
- શું તમારી સારી જાત મહેનત પછી પણ જમીનનું પોત બગડતુ જાય છે?
- શું તમે તમારા ખેતરમાં પાક ફેરબદલીનું આયોજન કરી રહ્યા છો?
પરિબળ અને ઉપાય
- વર્ષોથી સતત ખેતી કરી ઉત્પાદન મેળવતા જમીનમાંથી પાકને મળતા પોષકતત્વો વપરાતા જાય છે અને આ પ્રક્રિયા સતત થવાથી તે પોષકતત્વોની જમીનમાં ઘટ પડે છે.
- જમીનમાંથી પાકને મળતાં પોષકતત્વોની ઘટ્ને પુરવા આપને ખાતરનો ઉપયોગ કરીએ છીએ.
- પોષકતત્વો વિશે માહિતી ન હોવાથી તે ક્યા અને કેટલા ઉમેરવા પડશે તે જાણતાં નથી માટે દર વર્ષે વધુ ને વધુ ખાતર ઉમેરતા રહીએ છીએ અને ઉત્પાદનમાં ફેર પડતો નથી, પરિણામે ખર્ચ વધે છે.
- જમીનની લેબોરેટરી-તપાસ કરાવવાથી આપણને અગત્યની માહિતી મળે છે અને તેમાં તેના વિશે પોષકતત્વોની ભલામણ કરેલ હોય છે, જે ઉપયોગી નિવડે છે.
જમીન ચકાસણી શા માટે ?
- પાક ઉત્પાદન ઓછું મળવાના કારણો જાણી શકાય છે.
- જમીનમાં પાક ને જરૂરી પોષકતત્વોની ઉણપ અને વધઘટની જરૂરિયાત જાણી શકાય છે.
- જમીન ખારી અથવા ભાસ્મિક હોય, તો તે પ્રમાણ જાણી તેને સુધારવાના ઉપાય કરી શકાય છે.
- જમીન ક્યાં પાક માટે અનુકૂળ છે તથા જે તે પાકને ખાતરોની જરૂરિયાત નક્કી કરી કેટલા પ્રમાણમાં આપવા તે જાણી શકાય છે.
- જમીનનું બંધારણ, નિતાર શક્તિ,ભેજસંગ્રહશક્તિ, જમીનની ફળદ્રુપતા વગેરે જેવા ગુણધર્મો વિશે જાણી શકાય છે.
જમીન ચકાસણીના પગલા
૧. ખેતરમાંથી જમીનનો નમુનો લેવો.
૨. જમીનો નમુનો તૈયાર કરવો.
૩.નમૂનાનું પૃથ્થકરણ કરાવી, ભલામણને અપનાવવી.
જમીનનો નમુનો લેવાની રીત :-
- ખેતરને આકૃતિ-૧માં દર્શાવ્યા પ્રમાણેસમાનતાના ધોરણે અલગ-અલગ ભાગોમાંવિભાજીત કરવુંજોઇએ અને દરેક વિભાગમાંથીયોગ્ય પ્રતિનિધિત્વધરાવતોનમૂનો તૈયાર કરવો.
- જમીનનો નમૂનો લેવા જમીનના પડને દૂર કર્યાસિવાયઉપરથી ઘાસ-કચરો વગેર સાફ કરવાઅને આકૃતિ -૧ પ્રમાણે સર્પાકારભાગના દરેકખૂણા પરથીકોદાળી/ખુરપી વડે આકૃતિ-૨ મુજબ“વી(v) ” આકારનો૨૨.૫ સે.મી ઊંડો કરવો. ખાડાની એક બાજુની દીવાલપરથી એક ઇંચ જાડાઇની એકસરખી માટી એકઠી કરવી.
- આકૃતિ-૧માં દર્શાવ્યા પ્રમાણે એક વીઘાના ખેતરમાંથી ૮ થી ૧૦ જગ્યાએથી નમૂનો લઈ બધીભેગી કરી સારી રીતે મિશ્ર કરવી ખેતરમાં ખાડા-ટેકરા અને સમથળ એવા તમામ વિભાગોમાંથી સમાન ધોરણે નમૂના લેવા.
- ત્યારબાદ માટીને (પગલું ૧) એક પેપર પર પાથરીનેચાર સરખા ભાગ પાડવા.(પગલું ૨) ત્યારબાદતેમાંથીસામસામેનાબેભાગ દૂર કરવા અને બાકીના બેભાગ(પગલું ૩)એકત્રિત કરી ફરીઉપરમુજબની પ્રક્રિયા કરવી.
- છેલ્લે ૫૦૦ થી ૭૦૦ગ્રામ માટી મળી રહે ત્યાં સુધી આ પ્રક્રિયા ચાલુ રાખવી
- આ રીતે તૈયાર થયેલા નમુનો કાપડ કે પોલીથીનનીમજબૂતકોથળીમાં પેક કરી આકૃતિ-૪ માંદર્શાવ્યાપ્રમાણે માહિતી તૈયારકરી જમીન-ચકાસણીપ્રયોગશાળામાં પૃથક્કરણ માટે મોકલવો.જેના ખેડૂતનું નામ, જમીન વિસ્તાર, સરનામું,સર્વેનંબર,વગેર બાબતો દર્શાવી.
જમીનનો નમુનો લેતી વખતે ધ્યાનમાં રાખવાની બાબતો :-
- ખેતરના ઢાળિયામાંથી નમૂનો લેવો નહીં.
- ખેતર ભેજ વાળું હોવું તે સમયે નમૂનો લેવો નહીં.
- ખાતર આપેલા હોય તેવા ચાસમાંથી નમૂનો લેવો નહીં.
- શેઢા, પાળા વગેરે જગ્યાએથી નમૂનો લેવો નહીં.
- ખેતીના શેઢેથી બેથી ત્રણ મીટર અંતર ચારેય બાજુ છોડીને અંદરના ભાગમાંથી નમૂનો લેવો.
- ઝાડ અને મકાનની છાયાવાળી જગ્યાએથી નમૂનો લેવું નહીં.
જમીન ચકાસણીથી થતા ફાયદા :-
- જમીન ક્ષારિય કે ભાસ્મિક હોય, તે જાણી તેની ભૌતિક સ્થિતિમાં સુધારો કરી જમીન ફળદ્રુપ કરી શકાય.
- પાકને જમીન ચકાસણી બાદ ભલામણ મુજબ ખાતર આપી શકાય છે, જેથી ખેડૂત મિત્રો બેફામ માત્રામાં ખાતરનો ઉપયોગ કરે છે, તે ઘટાડી ખેતી ખર્ચમાં ઘટાડો કરી શકાય છે.
- યોગ્ય અથવા નાના પાકોનું આયોજન કરી શકાય છે.
- યોગ્ય જમીન ચકાસણી કરાવી,ભલામણોને અપનાવવાથી નીચે મુજબના ફાયદાઓ મેળવી શકાય.
- જમીનનું પોત સુધરે છે.
- જમીનની ભેજ ગ્રહણ કરવાની ક્ષમતા વધે છે.
- જમીનમાં ઉપયોગી જીવાણુઓની સંખ્યા વધવાથીજમીન જીવંત બને છે.
અંદાજીત ખર્ચ
· જમીનનો નમુનો લઈ લેબોરેટરી સુધી પહોચાડવાની જવાબદારી ખેડૂત જાતે ઉપાડે તો પૃથ્થકરણનો ખર્ચ આશરે 200 થી 250 રૂ. જેટલો જ થાય છે.
ભૂમિ સ્વાસ્થ્ય પત્ર આરોગ્ય કાર્ડ´માં આપવામા આવેલ માહિતીનો નીચે દર્શાવ્યા પ્રમાણે ચાર મુખ્ય વિભાગોમાં વર્ગીકૃત કરી શકાય છે:
૧. સામાન્ય માહિતી
તેમાં નીચે દર્શાવેલ માહિતીનો સમાવેશ થાય છે
ભૂમિ સ્વાસ્થ્ય પત્ર ક્રમાંક — સોઇલ હેલ્થ કાર્ડ નંબર
ખેડૂતનુ નામ
ગામ તાલુકા જીલ્લાનુ નામ.
તેમાં નીચે દર્શાવેલ માહિતીનો સમાવેશ થાય છે
ભૂમિ સ્વાસ્થ્ય પત્ર ક્રમાંક — સોઇલ હેલ્થ કાર્ડ નંબર
ખેડૂતનુ નામ
ગામ તાલુકા જીલ્લાનુ નામ.
૨. જમીન વિષે માહિતી
તેમાં નીચે દર્શાવેલ માહિતીનો સમાવેશ થાય છે.
ખાતા ક્રમાંક એકાઉન્ટ નંબર
જમીન ચકાસણી ક્રમાંક સર્વે નંબર
જમીન ચકાસણી ક્રમાંક સર્વે નંબર મુજબના જમીન વિસ્તાર
જમીનનો પ્રકાર
તેમાં નીચે દર્શાવેલ માહિતીનો સમાવેશ થાય છે.
ખાતા ક્રમાંક એકાઉન્ટ નંબર
જમીન ચકાસણી ક્રમાંક સર્વે નંબર
જમીન ચકાસણી ક્રમાંક સર્વે નંબર મુજબના જમીન વિસ્તાર
જમીનનો પ્રકાર
૩. માટી પરીક્ષણની માહિતી
તેમા નીચે દર્શાવેલ પરિમાણ ના પરિણામો તેમજ તેની ઉપયોગિતા અંગેની માહિતી નો સમાવેશ થાય છે.
પીઍચ મૂલ્ય
વિદ્યુત વાહકતા
જૈવિક કાર્બન
ઉપલબ્ધ ફોસ્ફરસનુ પ્રમાણ
ઉપલબ્ધ પોટાશ નુ પ્રમાણ
તેમા નીચે દર્શાવેલ પરિમાણ ના પરિણામો તેમજ તેની ઉપયોગિતા અંગેની માહિતી નો સમાવેશ થાય છે.
પીઍચ મૂલ્ય
વિદ્યુત વાહકતા
જૈવિક કાર્બન
ઉપલબ્ધ ફોસ્ફરસનુ પ્રમાણ
ઉપલબ્ધ પોટાશ નુ પ્રમાણ
ઋતુ સિઝન
પાકનું નામ
કૃષિ વિભાગ દ્વારા દરેક પાક માટે જરૂરી રાસાયણિક ખાતરો — એન, પી, કે´ ની માત્રા અંગેની સામાન્ય ભલામણો.
૫.ઉપયોગી ખાતરનો જથ્થોની ગણતરી માટે તૈયાર ગણતરી કોષ્ટક ટેબલ
ગામની ભૂમિનુ સ્વાસ્થ્ય પત્ર અને ખેડૂતની ભૂમિ ના સ્વાસ્થ્ય પત્ર ની પાછળ ના ભાગમાંઉપયોગી ખાતરનો જથ્થોની ગણતરી માટે ઍક તૈયાર ગણતરી કોષ્ટક — ટેબલ — આપેલુ હોય છે, જેની મદદ થી ખેડૂત સરળતાથી ભૂમિ માટે જરૂરી યુરિયા / ડીએપી અથવા અન્ય રાસાયણિક ખાતરના જથ્થો ની ગણતરી કરી શકે છે.
ગ્રામીણ ભૂમિ સ્વાસ્થ્ય પત્ર — કાર્ડ
સામાન્ય રીતે ઍવુ માનવામાં આવે છે કે એક જ ગામમાં વિવિધ ક્ષેત્રોમાં રહેલી જમીનની ફળદ્રુપતાની બાબતમાં ઓછો તફાવત હોઈ શકે છે. આમ ફળદ્રુપતા સૂચિ ની ગણતરી ઍ સંબંધિત ગામ ની જમીન વિશ્લેષણ/ પરીક્ષણ ના ઉપલબ્ધ અહેવાલો ના આધારે કરવામાં આવે છે, અને આ ફળદ્રુપતા સૂચિ ની માહિતીના જે ખેડૂતો ઍ તેમની જમીનનુ પરીક્ષણ કરાવ્યુ ન હતું તેમને જે તે પાક માટે જરૂરી ઍવા ખાતર અંગેની ભલામણ કરવામા આવે છે.
સામાન્ય રીતે ઍવુ માનવામાં આવે છે કે એક જ ગામમાં વિવિધ ક્ષેત્રોમાં રહેલી જમીનની ફળદ્રુપતાની બાબતમાં ઓછો તફાવત હોઈ શકે છે. આમ ફળદ્રુપતા સૂચિ ની ગણતરી ઍ સંબંધિત ગામ ની જમીન વિશ્લેષણ/ પરીક્ષણ ના ઉપલબ્ધ અહેવાલો ના આધારે કરવામાં આવે છે, અને આ ફળદ્રુપતા સૂચિ ની માહિતીના જે ખેડૂતો ઍ તેમની જમીનનુ પરીક્ષણ કરાવ્યુ ન હતું તેમને જે તે પાક માટે જરૂરી ઍવા ખાતર અંગેની ભલામણ કરવામા આવે છે.
તમારા ગામના ગ્રામ સેવક તથા નજીકના ખેતીવાડીને લગતી કોઈ સરકારી કે બિન સરકારી સંસ્થાઓ મેળવી શકો.
મિત્રો આવી જ નવી નવી રોજ ખેતી_વિષયક 🌱 માહિતી મેળવવા નીચેની લિંક પર ક્લિક કરો 🔥🔥🔥
તમારી જણસની લે - વેચની મફતમાં જાહેરાત આપો નીચેની લિંક પર ક્લિક કરો
#આભાર...
જય જવાન જય કિસાન #farme_and_nursery
કિસાન સારથી









0 Comments
ટિપ્પણી પોસ્ટ કરો