૧. જે ગામ માં તીડે રાત્રી રોકાણ કરેલ હોઈ તે જગ્યાએ થી બીજા દિવસે કઈ દિશામાં જાય છે તેની ગ્રામ સેવક, તલાટી, વિસ્તરણ અધિકારી ખેતી , TDOશ્રી / મામલતદાર શ્રી ને કરવી. અને જિલ્લા ખેતીવાડી અધિકારીશ્રી ને કરવી.
૨. જે ગામ માંથી તીડ પસાર થાય તે ગામ ના સરપંચ/ખેડૂત/આગેવાન વગેરે એ તીડ બાબત ની જાણ ગ્રામ સેવકને કરવી ગ્રામ સેવક તાલુકામાં આવેલ કન્ટ્રોલ રૂમ માં માહિતી આપવી એ તમામ માહિતી તાલુકા એ જિલ્લા ને આપવી.
૩. ગ્રામ સેવક, તલાટી એ જે દિશામાં તીડ જતા દેખાય તે ગામના સ્ટાફ અને ખેડૂતોને તીડ આવવા ની માહિતી આપવી.
૪. દિવસ દરમ્યાન તીડ એક તાલુકામાં થી બીજા તાલુકામાં તીડ જતા દેખાય તે તાલુકાને જાણ કરવી.
૫. દરેક ગામના સરપંચ, તલાટી અને ગ્રામસેવક ની એક કમિટી બનાવી અને દરેક ગામ ના તીડ નિયંત્રણ માં મદદરૂપ થાય તેવા ગામના ૨૦-૨૫ સ્વયં સેવકો યુવાનો ની એક યાદી તૈયાર કરવી. જે તીડ કન્ટ્રોલ કરવા સમયે ટિમ ને મદદરૂપ થાય.
૬. જે ગામમાં તીડ મોડી સાંજે રાતવાસો કરવા રોકાય ત્યાં કમિટી અને સ્વયં સેવકોએ એક નિયંત્રણ માટે તૈયારી કરવી અને તીડ નો કન્ટ્રોલ કરવો.
૭. તીડ વાળા સ્થળ પર દવા ની વ્યવસ્થા માટે ટ્રેકટર પર મૂકવાના ટાકા અથવા બેરલ ની વ્યવસ્થા કરવી જે માટે ગામ ના સરપંચ ની સાથે સઁકલન કરવું..ને અગાઉ થી જ આયોજન ગામ વાઇઝ ગ્રામ્ય કમીટી એ કરવું.
૮. તીડ નિયંત્રણ માટે તમામ સ્વયં સેવકો ને એક એક બેટરી પંપ ફૂલ ચાર્જ કરવા આપવો અને વહેલી સવારે ૪ વાગ્યે તીડ વાળા સ્થળ પર ફૂલ ચાર્જ પંપ દ્વારા કન્ટ્રોલ કરવો.
૯. સવારે ૪ વાગ્યાથી તીડ પર બેટરી પંપ થી દવા છંટકાવ તમામ સ્વયં સેવકો દ્વારા કરવો. શક્ય અને ઉપલબ્ધ હોય ત્યાં વધારામાં ટ્રેકટર માઉન્ટેડ પંપ મોટર સાયકલ સંચાલિત પંપ..ફૂટ સ્પ્રેયર નો પણ ઉપયોગ કરી શકાય.
૧૦. બેરલ /ટાકા માં દવાનું મિશ્રણ બનાવી પંપ ખાલી થાય એટલે ફરી ભરી આપવા વ્યવસ્થા કરવી.
૧૧. આ સમગ્ર કામગીરી તાલુકા તથા જિલ્લા કક્ષાની જાણ હેઠળ ગ્રામ કક્ષાની સમિતિની દેખરેખમાં કરવી.
૧૨. સરકારશ્રી ની સૂચના અનુસાર ની અને માન્ય માત્રામાં જ દવાનો ઉપયોગ કરવો. અન્ય કોઈ દવા કે વધુ માત્રામાં દવા નો ઉપયોગ કરવો નહીં.
૧૩. તીડ કન્ટ્રોલ કરેલ/ દવાનો છંટકાવ કરેલ જગ્યાએ માણસો કે પશુઓ માટે પ્રવેશ નિષેધ નું બોર્ડ અચૂક પણે મારવાનું રહેશે..બોર્ડ લોકો ને દેખાઈ અને વાંચી શકાય તેવી રીતે યોગ્ય જગ્યાએ ફરજીયાત લગાડવા નું રહેશે.
૧૪. કોઈપણ રીતે તીડ ખેતર કે વાડી માં નીચે બેચે નહિ તે માટે ના ઉપાયો કરવા..
✍લાલજીભાઇ એમ. ઇટાલિયા વિસ્તરણ અધિકારી ખેતી ભાણવડ..9714042432
(માન. કલેકટર સાહેબશ્રી અને જિલ્લા ખેતીવાડી અધિકારી સાહેબશ્રી ની સુચનાનુસર.)*
આ મેસેજ દરેક ગામ ના સરપંચ,ખેડૂતો, આગેવાન, યુવાનો, સુધી પહોંચાડવો.. ખેડૂતો ને વધુ માં વધુ જાગૃત કરવા.
આભાર...
આપનો દોસ્ત કિસાન સારથી
આપનો દોસ્ત કિસાન સારથી
વાવેતર થી વેપાર સુધી ખેડૂત કે સંગ
જય હિન્દ જય જવાન જય કિસાન

0 Comments
ટિપ્પણી પોસ્ટ કરો