અશ્વગંધા
સામાન્ય નામ :- અશ્વગંધા
સ્થાનિક નામ :- અશ્વગંધા
botanical name:- withania somnifera
हिन्दी नाम :- असगंध
English name :- winter cherry
કુળ (family) :- solanaceae(સોલેનેસી)
કુળ (family) :- solanaceae(સોલેનેસી)
અશ્વગંધા વિશે સામાન્ય માહિતી :-
અશ્વગંધા એ ચોમાસામાં થતી વનસ્પતિ છે. પરંતુ કેટલાક સ્થાનો પર બારેમાસ ઉગતા હોય છે. અશ્વગંધાનો છોડ 5 થી 7 ફુટ ઉંચાય ધરાવતો હોય છે. તેનો છોડ 4 થી 5 વર્ષ જીવીત રહેતો હોય છે. તેનો છોડ પીલૂડી ને મળતો આવે છે. તેના મૂળ માંથી ઘોડા જેવી વાસ આવતી હોવાથી તેને "અશ્વગંધા" કહે છે. તેમાં બે અગત્યના ગુણો છે. વજન વધારનાર અને બળ વધારનાર. રસાયણિક વિશ્લેષણ દ્વારા તેમાં સોમનીફેરીન અને એક ક્ષારતત્વ તથા રાળ અને રંજક પદાર્થ મળે છે.
મૂળ, પ્રકાંડ અને પાન :-
તેના મૂળ લગભગ એક ફુટ લાંબા, મજબૂત, ચીકણા અને કડવા હોય છે. બજારમાં ગાંધી જેને અશ્વગંધા કે અશ્વગંધાના મૂળ કહીને વેચે છે,પરંતુ તે તેના મૂળ નહીં પણ અન્ય વર્ગની વનસ્પતિના મૂળ હોય છે. તે ઝેરીલા નથી હોતા પરંતુ અશ્વગંધાના મૂળ ઝેરીલા હોય છે. અશ્વગંધાના મૂળમાંથી અશ્વગંધા મળે છે. જે ખૂબજ પુષ્ટિકારક હોય છે. તેના પાન રોમયુક્ત હોય છે અને અંડાકાર હોય છે. જે લીલાં રંગના હોય છે. તેના પ્રકાંડ શાખિત, રોમયુક્ત હોય છે. તે કઠણ હોય છે અને લીલાં રંગના હોય છે.
મિત્રો આવી જ નવી નવી રોજ ખેતી_વિષયક 🌱 માહિતી મેળવવા નીચેની લિંક પર ક્લિક કરો 🔥🔥🔥
તમારી જણસની લે - વેચની મફતમાં જાહેરાત આપો નીચેની લિંક પર ક્લિક કરો
#આભાર...
જય જવાન જય કિસાન #farme_and_nursery
કિસાન સારથી
પુષ્પ અને ફળ :-
ફેબ્રુઆરી - માર્ચ મહિનામાં છોડ પર ફૂલ અને ફળ આવવાની શરૂઆત થઈ જાય છે. અશ્વગંધાના ફૂલ લીલાં રંગના, નાના, પાંચ ના સમૂહ માં હોય છે. તેના ફળ શરૂઆતમાં લીલાં રંગના હોય છે. જ્યારે પાકી જાય ત્યારે લાલ રંગના થઈ જાય છે.
અશ્વગંધા ના ફાયદા :-
- રોગપ્રતિકારક શક્તિ વધારે છે.
- રોગપ્રતિકારક શક્તિ વધારે છે.
- કોલેસ્ટેરોલ ઓછું કરે છે. તેમજ લોહીમાં બ્લડ સુગર ઘટાડે છે.
- શરીરમા કોલેજન (colegan) વધારે છે, અને ઘાને રૂજવવામાં મદદ કરે છે.
- અશ્વગંધા તણાવ, ઉતેજકતા અને ડિપ્રેશન ઘટાડે છે.
- અશ્વગંધા Mascles અને શક્તિ વધારે છે.
- અશ્વગંધા શરીરના દાજેલાં ભાગ પર ફોલ્લાં અને દુખાવો ઓછો કરે છે.
- યાદશક્તિ વધારે છે.
- શરીરના સેલ જીવિત (રીપ્રોડ્યૂક્ટીવ) કરે છે.
- અશ્વગંધા સાંધા અને આંખની શક્તિ વધારે છે.
- કેન્સરના કોષોને વધતા અટકાવે છે.
અશ્વગંધાનો ઔષધ તરીકે ઉપયોગ :-
- શરીરમા સાંધા, હાથપગ, માથું સાંધા કોણી કે હાડકાનો કોઈ પણ પ્રકારનો દુખાવો થતો હોય અને અશ્વગંધા તેલનો લેપ લગાવવા થી રાહત થાય છે.
- જન્મજાત બાળક જો નબળું હોય તો એ ૪ મહિનાનું થાય એ પછી અશ્વગંધાનું એક ચમચી ચૂર્ણ દૂધની બોટલમાં મિશ્ર કરીને આપવું, ત્રણ મહિના સુધી આ પ્રયોગ કરવાથી બાળકની આંતરીક શક્તિઓમાં વધારો થાય છે.
- મોટી ઉમરના લોકોને સાંધાના અને બીજા અંગોના દુખાવા થી પીડાતા લોકો સવારમાં એક ગ્લાસ દૂધમાં અશ્વગંધાનું ચૂર્ણ પીવાથી ફાયદો થાય છે.
- અશ્વગંધાનું નિયમિત સેવન કરવાથી પુરુષોમા રહેલી નપુસંકતાની બીમારીમાં ફાયદો થાય છે.
- સ્ત્રીઓ માટે પણ અશ્વગંધાનું નિયમિત સેવન કરવાથી અત્યંત લાભદાયી છે. જેથી ગર્ભધારણ ક્ષમતા વધે છે પરંતુ ગર્ભધારી મહિલાઓને આનુ સેવન કરવું હિતાવહ છે.
- ક્ષય અથવા ટીબીના દર્દીઓ અશ્વગંધાનું સેવન કરે તો ફાયદો થાય છે.
- અશ્વગંધા બુદ્ધિવર્ધક અને વજન વધારનાર પણ માનવામાં આવે છે.
- અશ્વગંધા માનસિક તણાવ જેવી ગંભીર સમસ્યાઓને દૂર કરવામાં ખૂબજ લાભકારી માનવામાં આવે છે.
- અશ્વગંધા કેન્સર જેવી બીમારી ઓ માટે પણ ખૂબજ અસરકારક માનવામાં આવે છે.
- આંખોની દરેક પ્રકારની સમસ્યાઓને દૂર કરવા અને આંખોની રોશની વધારવા માટે અશ્વગંધાનો ઉપયોગ કરવામાં આવે છે.
સંપાદક : નિશા આર. પટેલ
Bachelor of Science with Botany
સંપાદક : નિશા આર. પટેલ
Bachelor of Science with Botany
મિત્રો આવી જ નવી નવી રોજ ખેતી_વિષયક 🌱 માહિતી મેળવવા નીચેની લિંક પર ક્લિક કરો 🔥🔥🔥
તમારી જણસની લે - વેચની મફતમાં જાહેરાત આપો નીચેની લિંક પર ક્લિક કરો
#આભાર...
જય જવાન જય કિસાન #farme_and_nursery
કિસાન સારથી


0 Comments
ટિપ્પણી પોસ્ટ કરો