સજીવ ખેતી સર્ટીફીકેશનમાં જ્યારે તમે સર્ટીફીકેશન સંસ્થામાં રજીસ્ટર્ડ થાઓ છો ત્યાર પછી તમારા રજીસ્ટર્ડ વિસ્તારનું ઇન્સપેક્શન થાય છે.
આ ઇન્સપેક્શનની તારીખથી તમારી જમીનનો સજીવ ખેતીમાં રુપાંતરણ થવાનો સમય ચાલુ થાય છે, ઇન્સ્પેક્શન થયા પછી આશરે ૨૦ થી ૩૦ દિવસમાં તમોને સર્ટીફીકેશન સંસ્થા તરફથી એક સર્ટીફીકેટ આપવામાં આવે છે જેને સ્કોપ સર્ટીફીકેટ કહેવામાં આવે છે, આ સર્ટીફીકેટમાં સર્ટીફીકેટની વેલીડીટી (એક વર્ષ) નો સમય લખેલો હોય છે. દા. ત. ૧૮/૪/૨૦૨૦ થી ૧૭/૦૪/૨૦૨૧. હવે આ સર્ટીફીકેટની સાથે એક એનેક્ષર (બીજુ પેજ) જોડેલ હોય છે તેમાં તમારા વિસ્તારમાં જે વાવેતર કરેલ છે અને બાકીની સીઝનમાં શું વાવવાનું છે અને તેમાંથી અંદાજે વિસ્તાર પ્રમાણે કેટલુ ઉત્પાદન આવશે તે દર્શાવેલ હોય છે. વધુમાં એક ખાનામાં તમારા પાકનું સજીવ (ઓર્ગેનીક) ખેતીનું સ્ટેટસ દર્શાવેલ હોય છે જેમાં રુપાંતરણ નું પ્રથમ વર્ષ (એટલે કે C1- Conversion First year) દર્શાવેલ હોય છે જેને C1 કહેવામાં આવે છે. હવે એક વર્ષ પુરુ થવા આવે તે પહેલાં રીન્યુઅલ માટે રીન્યુઅલ અરજી કરવાથી ફરીથી ઇન્સ્પેક્શન થાય અને ફરી એક વર્ષ માટેના ગાળા માટે બીજુ સર્ટીફીકેટ આપવામાં આવે (દા. ત. ૧૮/૪/૨૦૨૧ થી ૧૭/૪/૨૦૨૨) જેમાં જોડેલ એનેક્ષરમાં સ્ટેટસમાં રુપાંતરણનું બીજુ વર્ષ (એટલે કે C2)  લખેલુ હોય છે. આમ ત્રીજા સર્ટીફીકેટમાં રુપાંતરણનું ત્રીજુ વર્ષ (એટલે કે C3 ૧૭/૪/૨૦૨૨ થી ૧૮/૪/૨૦૨૩) લખેલુ હોય છે. હવે અગત્યની વાત એ છે કે અહીં ત્રીજા સર્ટીફીકેટ વખતે બે વર્ષ પુરા થાય છે એટલે (શરુઆત ૧૮/૪/૨૦૨૦ થી બે વર્ષ પુરા થાય ૧૭/૪/૨૦૨૨) ત્રીજા સર્ટીફીકેટમાં બાગાયતી પાક હોય તોજ તેની સામે રુપાંતરણનું ત્રીજુ વર્ષ (C3) લખેલુ હોય છે અને આપણા સીઝનલ પાક હોય તો તેની સામે ઓર્ગેનીક સ્ટેટસ લખેલુ હોય છે. પછીના રીન્યુઅલમાં એટલેકે ત્રણ વર્ષ પુરા થાય ત્યારે ચોથા સર્ટીફીકેટમાં(૧૭/૪/૨૦૨૩ થી ૧૮/૪/૨૦૨૪) બધાજ પાક સામે ઓર્ગેનીક સ્ટેટસ હોય છે. C3 પછી C4 ના આવે, ત્યારબાદ દર વર્ષે ઓર્ગેનીક સ્ટેટસ મળતુ રહે.  ખાસ જણાવવાનું કે સીઝનલ પાક માટે રુપાંતરણ (Conversion) સમય બે વર્ષનો અને બાગાયતી પાકો માટે ત્રણ વર્ષનો હોય છે.
- રમણભાઈ ઓઝા

મિત્રો આવી જ નવી નવી રોજ ખેતી_વિષયક 🌱 માહિતી મેળવવા નીચેની લિંક પર ક્લિક કરો 🔥🔥🔥


તમારી જણસની લે - વેચની મફતમાં જાહેરાત આપો નીચેની લિંક પર ક્લિક કરો

 


#આભાર...
જય જવાન જય કિસાન #farme_and_nursery

કિસાન સારથી