બિહાર / ભાગલપુરમાં ‘મેન્ગોમેન’ તરીકે ફેમસ ખેડૂતે કેરીની નવી પ્રજાતિ વિકસાવી, નામ રાખ્યું ‘લોકડાઉન’
આ કેરી અશોકે ચાર વર્ષ પહેલાં વાવી હતી, તેમાં ફળ લોકડાઉનમાં આવ્યું છે
અશોકે ‘લોકડાઉન’ કેરી કોરોના વોરિયર્સને સમર્પિત કરી
ભાગલપુર. કોરોના ટાઈમમાં ઘણા માતા-પિતા તેમના સંતાનના નામ સેનિટાઈઝર, કોરોના, કોવિડ અને લોકડાઉન રાખી રહ્યા છે. બિહારમાં ‘મેન્ગોમેન’ના નામથી ફેમસ અશોક ચૌધરીએ કેરીની એક નવી પ્રજાતિ વિકસાવી છે. તેને લોકડાઉન નામ આપ્યું છે. ભાગલપુરના ખેડૂત અશોકે જણાવ્યું કે, આ નવી પ્રજાતિની કેરીને અમેરિકાના ફ્લોરિડાની કેરીની પ્રજાતિ ‘ઈરવિન’ અને થાઈલેન્ડની કેરીની પ્રજાતિ એમ બંનેનો સમન્વય કર્યો છે. આ કેરી ગોળાકાર છે.
અશોકે કહ્યું કે, મેં આ કેરીનો છોડ વર્ષ 2016માં રોપ્યો હતો. ચાર વર્ષ પછી તેમાં પ્રથમવાર ફળ આવ્યું છે. આ કેરી કોરોના કાળમાં આવી છે, આથી તેનું નામ મેં ‘લોકડાઉન’ રાખ્યું છે. લોકડાઉનને લોકો ક્યારેય નહિ ભૂલી શકે. મારી કેરીની આ પ્રજાતિ દેશના કોરોના વોરિયર્સને સમર્પિત છે. અશોકે ‘મોદી-2’ના નામથી કેરીની પ્રજાતિ પણ વિકસાવી છે.  આ પ્રજાતિ ગુલાબખાસ, ઈરવિન અને આમ્રપાલીની મદદથી તૈયાર કરી છે. મોદી-2 પ્રજાતિમાં આમ્રપાલી કરતાં વધારે ફળ આવે છે.
અશોક તેના 10 એકરમાં ફેલાયેલી નર્સરીમાં કેરીની નવી પ્રજાતિને વિકસાવવા પર રિસર્ચ કરે છે. તેણે વર્ષ 1992માં કેરીની ખેતી શરુ કરી હતી. ભાગલપુર જર્દાલુ કેરી માટે ફેમસ છે. અશોકે જર્દાલુ  કેરી વાવી અને ત્યારબાદ અલગ-અલગ પ્રજાતિ વિકસાવી રહ્યો છે.
https://www.divyabhaskar.co.in/national/news/bihar-mango-man-ashok-kumar-choudhary-named-new-hybrid-variety-lockdown-127304093.html

આભાર...
આપનો દોસ્ત કિસાન સારથી
જય હિન્દ જય જવાન જય કિસાન 

અમારી Telegram_ટેલિગ્રામ સેવા માટે અહીંયા ક્લિક કરો

અમારી Whatsapp_વોટ્સએપ સેવા માટે અહીંયા ક્લિક કરો

અમારી Facebook Page_ફેસબુક_પેજ સેવા માટે અહીંયા ક્લિક કરો

અમારી  Instagram_ઇન્સ્ટાગ્રામ સેવા માટે અહીંયા ક્લિક કરો

અમારી Youtube_યુટ્યૂબ સેવા માટે અહીંયા ક્લિક કરો

અમારી twitter_ટ્વિટતેર સેવા માટે અહીંયા ક્લિક કરો