તાર ફેંસીંગ સહાય યોજના.
આથી તમામ ખેડૂત મિત્રો ને જણાવવાનું કે વન્ય પ્રાણીઓ દ્વારા ખેતી પાકને નુકશાન થતું અટકાવવા ખેતરની ફરતે લોખંડના કાંટાળા તારની વાડ (તાર ફેંસીંગ) માટે lkhedut portal પર ગુજરાત એગ્રો ઈન્ડસ્ટ્રીઝ વિભાગ દ્વારા તારીખ ૩૦/૧૨/૨૦૨૦ થી ૩૧/૦૧/૨૦૨૧* સુધી ઓનલાઈન અરજી કરવા પોર્ટલ ખુલ્લું મુકવામાં આવેલ છે.
સમજૂતી
- અરજી કરવા માટે જમીન ની મર્યાદા ઓછા માં ઓછી ( 5 હેક્ટર ) રહેશે.
- ખેડૂતો જૂથ માં ક્લસ્ટર બનાવી અરજી કરી શકશે
- સામુહિક ખેડૂતો ની અરજી કરનાર તમામે એક જૂથ લીડર બનાવવાનો રહેશે.
- અરજી કરતી વખતે તમામ વ્યક્તિ ની વિગતો નાખવાની રહેશે.
અરજી કરવા માટે કાગળો
- ૭/૧૨, ૮/અ ના ઉતારા
- આધારકાર્ડ ની નકલ
- બેન્ક ની ચોપડી ની નકલ
- રેશનકાર્ડ ની નકલ
અરજી ક્યાં જમા કરાવવી
- તમારા ગામના ગ્રામસેવકશ્રી ને અરજી કર્યાના *10 દિવસ* ની અંદર બધા કાગળો જોડીને જમા કરાવાની રહેશે.
*અરજી જમા કરાવ્યા પછી ની કામગીરી*
- વધારે અરજી આવશે તેવા કિસ્સામાં ઓનલાઈન ડ્રો કરવામાં આવશે.
- ડ્રો માં પાસ ના થયેલ અરજદાર ની અરજી ને આવતા વર્ષે *કેરી ફોરવર્ડ* કરવામાં આવશે જેથી ફરી અરજી કરવાની રહેશે નહીં.
- અરજી મળ્યા બાદ જે તે એજન્સી દ્વારા ખેતરની સ્થળ ચકાસણી તેમજ લોકેશન GPS ટેગીંગ કરવા માટે આવશે
- ખરાઈ કર્યા બાદ તાર ફેંસીંગ ની કામગીરી કરવા માટે મંજૂરી આપશે.
શરતો
- વિભાગ દ્વારા નક્કી કરેલ ડિઝાઈન થી હલકી ગુણવત્તા અથવા ઓછા માલ સામાન વાળી તાર ની વાડ બનાવી શકશે નહીં.
- જૂથ દ્વારા વધુ ખર્ચે ફેંસીંગ બનાવવામાં આવશે તો સહાય ઉપરાંત નો ખર્ચ ખેડૂતે કરવાનો રહેશે.
- સહાય 2 હપ્તા માં ચુકવવામાં આવશે.
(૧). થાંભલા ઉભા કર્યાની ચકાસણી કર્યા બાદ (રૂ.100 પ્રતિ રનિંગ મીટર)
(૨). સંપૂર્ણ કામગીરી પૂર્ણ થયા બાદ એજન્સી ના ઇન્સ્પેકશન રીપોર્ટ મળ્યા બાદ (રૂ. 100 પ્રતિ રનિંગ મીટર )
- એમ કુલ ખર્ચના 50% અથવા પ્રતિ રનિંગ મીટર 200 રૂપિયા બંને માંથી જે ઓછું હશે તે
- કામગીરી 90 દિવસ માં પૂર્ણ કરવાની રહેશે.
તારની વાડ નું માપ
- થાંભલા માટે ના ખાડાનું માપ - 0.40 × 0.40 × 0.40 મીટર
- સિમેન્ટ કોક્રેટ ના ચાર તાર વાળા થાંભલા - 2.40 × 0.10 × 0.10 મીટર
- બે થાંભલા વચ્ચે નું અંતર ઓછા માં ઓછું 3.00 મીટર
- દર 15 મીટરે સહાયક થાંભલો બંને બાજુ મુકવાનો રહેશે.
- થાંભલાના પાયામાં 1:5:10 મુજબ સિમેન્ટ કોક્રેટથી પુરાણ કરવાનું રહેશે.
- કાંટાળા તાર માટે ના લાઈન વાયર મિનિમમ ડાયા મીટર 2.50 MM = 0.08 MM રહેશે.
- ISI ના માર્ક વાળા હોવા જોઈએ.
વધારે માહિતી માટે સંપર્ક તમારા ગ્રામ સેવકનો સંપર્કો કરો


0 Comments
ટિપ્પણી પોસ્ટ કરો