શ્રી ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ તળાજા
                                      01/01/2020

જાહેર સૂચના
⛈️🌤️⛈️🌥️⛈️☁️
  
આથી સર્વે ખેડૂત તેમજ વેપારીમિત્રોને જણાવવાનું કે    હવામાન ખાતાની આગાહી  અનુસાર આગામી તા.02/01/2021 થી 04/01/2021 ના દિવસોમાં કેટલાક ભાગો માં ભારે થી અતિભારે વરસાદ ની સંભાવના છે.તો સદરહુ આગાહી ને ધ્યાને લઇ માર્કેટયાર્ડ માં ખેત ઉતપન્ન વેચાણ અર્થે આવતા ખેડૂત મિત્રોએ પોતાનું ખેત ઉતપન્ન ઢાંકીને લાવવું તેમજ યોગ્ય સુરક્ષિત જગ્યાએ મુકવા/રાખવા તથા વેપારી મિત્રોએ ખેત ઉતપન્ન/માલ યોગ્ય સુરક્ષિત જગ્યા એ ઉતરાવવો અને સંગ્રહિત કરવો જેથી કરીને વરસાદથી માલ/ખેત ઉતપન્ન નું કોઈ પણ પ્રકારે નુકશાન ન થાય તે માટે જરૂરી તકેદારી રાખવાની સૂચનાને ધ્યાને લેવા દરેક ખેડૂત ભાઈઓ તથા વાહન માલિકો એ નોંધ લેવા યાર્ડ ના પ્રમુખશ્રી,ઉપ પ્રમુખશ્રી દ્વારા જાણ કરવામાં આવે છે.
                                                    - સેક્રેટરી