બ્રહ્માસ્ત્ર 


‌૨૦ લિટર દેશી ગાયનું ગૌમૂત્ર + ૨ કિગ્રા કડવા લીમડાના પાનની ચટણી + ૨ કિગ્રા કરંજના પાનની ચટણી + ૨ કિ.ગ્રા. સીતાફળના પાનની ચટણી + ૨ કિગ્રા એરંડાના પાનની ચટણી+ ૨ કિગ્રા ધતુરાના પાનની ચટણી + ૨ કિલો બીલીપત્રના પાનની ચટણી આ પૈકી કોઈ પણ પાંચ જાતની ચટણી લઈ આ મિશ્રણને ઢાંકી ધીમા તાપે એક ઉભરો આવે ત્યાં સુધી ગરમ કરી ઠંડુ પડવા દેવું. ત્યારબાદ ૨ દિવસ સુધી સવાર - સાંજ ૫-૫ મિનિટ માટે ઘડિયાળના કાંટાની દિશામાં હલાવવું પછી ગરમ કપડાથી ગાળીને ઉપયોગ કરવો. 


સંગ્રહણ ક્ષમતા :

‌૬ મહિના સુધી ઉપયોગમાં લઇ શકાય.


છંટકાવ :

‌પ્રતિ 1 એકર ૧૦૦ થી ૨૦૦ લિટર પાણી+ ૬ થી ૮ લિટર બ્રહ્માસ્ત્ર.