જમીન અને આબોહવા
લગભગ બધા જ પ્રકારની જમીનમાં થઈ શકે છે. સારા  નિતારવાળી રેતાળ, ગોરાડું કે મધ્યમ કાળી જમીન આ પાક ને અનુકૂળ છે. આ પાકને શિયાળનું ઠંડુ અને સૂકું હવામાન વધુ માફક આવે છે. બીજના ઉગાવા માટે વધુ પડતી ગરમી અથવા ઠંડી અને પાણીનો ભરવો વિપરીત અસર કરે છે.

જમીનની તૈયારી
બીજ ના ઉગાવા માટે પાણીનો ભરાવો માઠી અસર કરે છે. નિવારવા જમીન સમતલ કરવી. અગાઉ ચોમાસુ પાકમાં છાણિયું ખાતર આપેલ હોય તો શિયાળુ પાકમાં આપવાની જરૂર નથી.

વાવણી
વાવણી 30 સેમીના અંતરે કે પુખીને કરવી.સારા અંકુરણ માટે વાવણી પહેલા બીજને 8 કલાક પાણીમાં પલાળી છાયડે કોરા કરવા.વાવણી 15 નવેમ્બર સુધી કરી દેવી. બીજ દર 10 થી 12 કિલો / એકર રાખવો. જો હાર માં વાવણી કરી હોય તો બીજ દર 8 કિલો/એકર રાખવો.સારા અંકુરણ માટે વાવણી સમયે આદર્શ તાપમાન 30 ડિગ્રી સેલ્સિયસ આસપાસ હોવું જોઈએ.

બીજ માવજત
બીજને કાર્બેન્ડેઝીમ અથવા થાયરમ નો @2.5 ગ્રામ/કિલો પ્રમાણે પટ આપવો.

જાતો
સારા ઉત્પાદન માટે ગુજરાત ધાણા -1 અથવા ગુજરાત ધાણા -2 જાત પસંદ કરવી. આ બંને જાતો 100 થી 110 દિવસે પાકે છે. ગુજરાત ધાણા 1 સરેરાશ 1161 કિલો/હેક્ટર જેટલું ઉત્પાદન આપે છે અને ગુજરાત ધાણા -2 સરેરાશ 1402 કિલો જેટલું ઉત્પાદન આપે 
છે. પાંદડા માટે ગુજરાત ધાણા 1 અથવા ગુજરાત ધાણા 2 જાતો પસંદ કરી શકાય છે.

રાસાયણિક ખાતર
સારા વિકાસ માટે વાવણી વખતે પાયાનું ખાતર તરીકે 4 kg નાઇટ્રોજન (9 kg યુરિયા) અને 4 kg ફોસ્ફરસ (25kg SSP)/ એકર મુજબ આપવો. વાવણી ના 1  માસ બાદ 4 kg નાઇટ્રોજન (9 kg યુરિયા)/ એકર મુજબ આપવો. વધુ આગામી અંકમાં પ્રસીધ્ધથશે.

      એસ.એસ.દરજી
વિષય નિષ્ણાત – બાગાયત
કૃષિ વિજ્ઞાન કેન્દ્ર, જી.પાટણ