સામાન્ય નામ :- કેસુંડો /ખાખરો
સ્થાનિક નામ :- કેસુંડોબોટેનિકેલ નામ:- બુટિયા મોનોસ્પેર્મા (Butea monosperma)
હિન્દી નામ :- पलाश, धाक, टेसू
અંગ્રેજી નામ :- Jungle flame
કુળ:- ફેબેસી
ખાખરો અથવા કેસુંડો અથવા पलाश એક જાત નું સુંદર ધરાવતું વૃક્ષ છે. જેને રક્તપુષ્પક અથવા ત્રીપત્રક એવા નામે ઓળખાય છે. તે આશરે ૨૦ થી ૪૦ ફુટ ઉંચુ હોય છે.
પાન (leaf) :-
લીફ 3 પરણિકા ઓ ધરાવતા પીંછઆકાર હોય છે. અને લાંબો પર્ણદંડ ધરાવે છે. દરેક પરણિકા ની લંબાઈ આશરે ૧૦_૨૦ cm જેટલી હોય છે. તેના પાંદડા ત્રણ - ત્રણ જુમખા માં હોય છે. પાંદડા ની નીચેની સપાટી માં શિરાઓ ચોખ્ખી દેખાઈ છે. નવેમ્બર-ડીસેમ્બર મહીના માં પાંદડા ખરવા લાગે છે. લગભગ જાન્યુઆરી મહિના મા બધા પાંદડા ખરી પડે છે. અને એપ્રિલ-મેં મહિના મા નવા પાંદડા આવવાની શરૂઆત થઈ જાય છે.
થડ અને ડાળી :-
તેનું થડ વાંકુ અને ડાળીઓ પણ અનિયમિત હોય છે. તેની છાલ રાખોડિયા રંગ ની ખરબચડી હોય છે. તેમાંથી લાલ લોહી જેવો ગુંદર જોવા મળે છે.
ફળ અને ફૂલ :-
કેસુંડા ના ફૂલ ફેબ્રુઆરી-માર્ચ મહિનામાં એટલે કે ફાગણ મહિના મા જોવા મળે છે. ડાળીઓ ઉપર ત્રણ ત્રણ ના જુમખામા પુષ્કળ પ્રમાણમાં સુંદર ફૂલ જોવા મળે છે. ફૂલ ને પાંચ પાંખડી માં જોવા મળે છે. સામાન્ય રીતે પાંખડી એક ઈંચ જેટલી પહોળી જોવા મળે છે. પાંખડી ઓ નો રંગ કેસરી જોવા મળે છે. લગભગ કેસુંડા ના ફૂલ માં ત્રણ રંગ જોવા મળે છે. જેમકે, કેસરી, પીળો અને સફેદ. તેનું ફળ શીંગ પ્રકાર નું હોય છે. જ્યારે શીંગ કુમળી હોય ત્યારે લીલી અને પાકે ત્યારે પીળી અથવા બદામી રંગની જોવા મળે છે. કેસુંડા ના ફૂલ ને ઝારખંડ માં રાજફૂલ તરીકે માનવામાં આવે છે.
ઉપયોગ:-
કેસુંડો સામાન્ય રીતે રંગકામમાં વપરાય છે. તેમાંથી નીકળતો ગુંદર ઔષધ તરીકે વપરાય છે. તેના કુમળા મૂળ માંથી રેસા નીકળે છે. જેનાં દોરડા બનાવવામાં આવે છે. તેના પાંદડા નો ઉપયોગ ખાતર તરીકે થાય છે. તેના બીજ નો ઉપયોગ તેલ બનાવવા મા થાય છે.
ઔષધ તરીકે ઉપયોગ :-
તેના પુષ્પો નો ઉપયોગ ગરમીમાં નાના બાળકો ને નવડાવવા માટે થાય છે. જેનાં લીધે ગરમી નીકળતી નથી. તેના પુષ્પો ને પાણી મા ઉકાળી ને નાહવા થી ચામડી ના રોગો માં મદદરુપ થાય છે.
લેખક : નિશા આર. પટેલ
Bachelor of Science with Botany
મિત્રો આવી જ નવી નવી રોજ ખેતી_વિષયક 🌱 માહિતી મેળવવા નીચેની લિંક પર ક્લિક કરો 🔥🔥🔥
તમારી જણસની લે - વેચની મફતમાં જાહેરાત આપો નીચેની લિંક પર ક્લિક કરો
#આભાર...
જય જવાન જય કિસાન #farme_and_nursery
કિસાન સારથી





0 Comments
ટિપ્પણી પોસ્ટ કરો